સિધ્ધપુર તાલુકાના રસુલપુર ગામે માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે રૂ. ૬ લાખના ખર્ચે નિર્માણ થનાર સમાજવાડી (કોમ્યુનિટી હોલ)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જણાવાયું હતું કે સમાજવાડીના નિર્માણથી ગામને સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે એક આધુનિક અને સુવિધાસભર મંચ પ્રાપ્ત થશે. અહીં લગ્નપ્રસંગો, સામૂહિક કાર્યક્રમો તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન હવે વધુ સુવ્યવસ્થિત રીતે કરી શકાશે. સમાજવાડી ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ગ્રામજનો માટે સામૂહિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
Subscribe to our newsletter to get latest news, popular news and exclusive updates.