- 09 Sep, 2025
- 120
ગુજરાતના ઉદ્યોગ જગત દ્વારા Next-Generation GST સુધારાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા "Next-Generation GST સુધારાઓ"ને ગુજરાતના ઉદ્યોગ જગત તરફથી તદ્દન હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ સુધારાઓ હેઠળ GSTના દરોને સરળ બનાવીને 5% અને 18% બે મુખ્ય દરો સુધી સીમિત કરવામાં આવ્યા છે, જે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આજરોજ ગુજરાતના વિવિધ ઉદ્યોગ એસોસિએશનોના પ્રતિનિધિઓએ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. આ દૃઢ અને પ્રગતિશીલ પગલાં બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રતિનિધિઓએ જણાવ્યું કે નવા GST સુધારાઓથી રોજિંદા વ્યાવસાયિક કાર્યો વધુ સરળ બનશે, લોજિસ્ટિક્સ વધુ સુગમ થશે અને બિઝનેસ ફ્રેન્ડલી માહોલ ઊભો થશે. આ પરિવર્તનો સમગ્ર દેશમાં ઉદ્યોગ વિકાસની ગતિ વધારશે અને ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ પ્રતિનિધિમંડળમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તથા અમદાવાદ એન્જિનીયરિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ સુધારાઓથી રાજ્યના MSMEs, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સીધો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે આ પગલાં ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધારશે










