- 08 Aug, 2025
- 172
શ્રી અંબાજી મંદિરે ડિજિટલ સેવાઓના પ્રારંભ સાથે ટેકનોલોજી અને ભક્તિનો સમન્વય માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ, નવા અધ્યાયની ભક્તિમય શરૂઆત
અંબાજી - અંબાજી ધામ ખાતે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે એ આરાસુરી અંબાજી માતાજીના દર્શન કરી માતાજીનો આશીર્વાદ મેળવ્યો અને સમગ્ર દેશવાસીઓ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
આ પવિત્ર અવસરે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવી ડિજિટલ સેવાઓની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓનલાઇન દાન અને પ્રસાદ બુકિંગ જેવી મહત્વપૂર્ણ સવલતોનો સમાવેશ થાય છે. આ સેવાઓ ભક્તિ અને ટેકનોલોજીના સુંદર સમન્વયનું ઉદાહરણ બની રહી છે, જે ભક્તોની આસ્થાને વધુ સુલભ અને સક્રિય બનાવશે. નવલ પ્રણાલીઓ દ્વારા હવે વિશ્વભરના માઈભક્તો ઘરે બેઠા માતાજીના જીવંત દર્શન અને ભક્તિસભર સેવાઓનો લાભ લઈ શકશે. માન. મંત્રીશ્રીએ જણાવ્યું કે આવું ભક્તિમય અને આધુનિકતા પૂર્વકનું કાર્ય ભક્તોને માતાજી સાથે વધુ આત્મીય રીતે જોડવાનું કામ કરશે.
આ પ્રસંગે કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, તેમજ શ્રી કૌશિક મોદી (વહીવટદાર, અંબાજી મંદિર ટ્રસ્ટ), શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી સુરપાલસિંહ રાજપૂત, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પંડ્યા સહિત જિલ્લા વહીવટી તંત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જય અંબે!










