- 07 Dec, 2025
- 17
ઉત્તર પ્રદેશની માનનીય રાજ્યપાલ તથા ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલજીના જીવન આધારિત પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન ભાવપૂર્વક યોજાયું
અમદાવાદ: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહજીની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશની રાજ્યપાલ તથા ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલજીના જીવન પર આધારિત પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન અમદાવાદ ખાતે ભાવપૂર્ણ રીતે યોજાયું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સહિત રાજ્યના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
શ્રીમતી આનંદીબેન પટેલજીના પ્રેરણાદાયી જીવનપ્રવાસ અને તેમના અદમ્ય સંકલ્પને ઉજાગર કરતું આ પુસ્તક સમાજને નવી પ્રેરણા આપશે, તેવા શુભકામના સંદેશા કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કરવામાં આવ્યા.










