- 12 Jul, 2025
- 365
રાજપુર ખાતે ગોકુલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા મફત ફિઝિયોથેરાપી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સિદ્ધપુર : ગોકુલ ફિઝિયોથેરાપી કોલેજ, સિદ્ધપુર દ્વારા રાજપુર ખાતે મફત ફિઝિયોથેરાપી કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મસ્ક્યુલોસ્કેલેટલ (હાડકા-સ્નાયુ સંબંધિત) તકલીફો ધરાવતા દર્દીઓને નિશુલ્ક સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પનું સંચાલન ડૉ. નિયતિ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દર્દીઓને વૈજ્ઞાનિક આધારે સારવાર આપી હતી.
આ કેમ્પ દ્વારા સ્થાનિક સમુદાયને આરોગ્યસેવાની સુલભતા અને ખાસ કરીને હાડકાં અને સાંધાની બીમારીઓથી પીડિત દર્દીઓને અસરકારક રાહત મળતી જોવા મળી હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને સંસ્થાની સેવાભાવના માટે પ્રસંસા વ્યક્ત કરી હતી.
ગોકુલ ફિઝિયોથેરાપી કોલેજ સતત આરોગ્યસંચેતન પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સેવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આવી પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ સાથે માનવીય મૂલ્ય પણ આપવાની કોશિશ કરે છે.










