- 24 Nov, 2025
- 49
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયેલ એક અનોખા અને ઉત્સાહભર્યા ખેલોત્સવની — જિલ્લા કક્ષાની કબડ્ડી ખેલ મહાકુંભ ટુર્નામેન્ટની! ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,
આ સ્પર્ધામાં પાટણ જિલ્લા ની 49 થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ 588 થી વધુ ખેલાડીઓએ પોતાની કુશળતા, ટીમ સ્પિરિટ અને પ્રતિભાનું અદભૂત પ્રદર્શન કરીને સૌનું મન જીતી લીધું હતું.
આ ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, શિસ્ત, ટીમવર્ક અને શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના આ પ્રયાસે માત્ર ખેલાડીઓમાં જ નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને પ્રેરણાનો નવો જોત જગાવ્યો છે










