- 05 Nov, 2025
- 180
આઇકોનિક અટલ બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
અમદાવાદ: દેશ-વિદેશના પ્રવાસીઓ અને અમદાવાદના નગરવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલો છે અટલ ફૂટઓવર બ્રિજ. શહેરના સૌંદર્ય અને નદીકાંઠા વિકાસનો આ અનોખો ભાગ છેલ્લા ત્રણ વર્ષથી સતત લોકપ્રિય બન્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 77.71 લાખથી વધુ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. જ્યારે માત્ર એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 — એટલે કે ફક્ત સાત મહિનામાં જ 8.50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા.
પર્યટન વિભાગના જણાવ્યા મુજબ અટલ બ્રિજની રાત્રિ લાઈટિંગ અને નદીકાંઠાનું દૃશ્ય પ્રવાસીઓને ખાસ આકર્ષે છે. અહિંથી નદીનો પનોરામિક નજારો જોવા માટે લોકો દૂર દૂરથી અમદાવાદ પહોંચે છે.










