- 30 Nov, 2025
- 23
મતદાર યાદી સુધારણા માટેની વિશેષ SIR ડ્રાઈવ હેઠળ મુડવાડામાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનો મુલાકાત કરી હતી.
રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી વિશેષ કાર્યક્રમ — SIR વિશેષ ડ્રાઈવના ભાગરૂપે આજે સિદ્ધપુર વિધાનસભાના મુડવાડા ગામ ખાતે ચાર બુથોની માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે મુલાકાત લઈ સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ વિશેષ ડ્રાઈવ મતદાર યાદીની ચોકસાઈ, પારદર્શિતા અને ન્યાયપૂર્ણ સુધારણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતના દરેક નાગરિકની ઓળખ અને તેમના મતાધિકારને સુનિશ્ચિત કરવાના હેતુ સાથે, આ પ્રક્રિયા લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
મુડવાડા ગામના વિવિધ બુથોની મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ ચાલી રહેલી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના પણ આપી.










