- 18 Dec, 2025
- 28
અંબાજી ખાતે ૩૪મી રાજ્યસ્તરીય શાસ્ત્રી સ્પર્ધા – ગૌરવપૂર્ણ સિદ્ધિ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અંબાજી ખાતે ૩૪મી રાજ્યસ્તરીય શાસ્ત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી આદ્યશક્તિ અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ પોતાની ઉત્તમ પ્રતિભા દ્વારા વિશેષ સિદ્ધિ મેળવી:
🔹 શૌર્ય જોશી – અષ્ટાધ્યાયી કંઠપાઠ
🔹 મહેતા મિતુલ – શુક્લ યજુર્વેદ કંઠપાઠ (અધ્યાય ૧ થી ૧૦, સ સ્વર)
🔹 મહેતા મિહિર – શ્રીમદ ભગવદ્ ગીતા કંઠપાઠ
વિદ્યાર્થીઓએ પોતાના વિષયમાં શ્રેષ્ઠતા સાબિત કરી અને સંસ્કૃત શિક્ષણના ગૌરવમાં વધારો કર્યો. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ના ચેરમેન તથા શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક માનનીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબના વરદ હસ્તે ઋષિકુમારોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્કૃત અને સંસ્કૃતિની રક્ષા માટે વધુ પ્રયત્નો કરવાની પ્રેરણાદાયી સૂચનાઓ આપવામાં આવી.સંસ્કૃત શિક્ષણના સંવર્ધન અને વિદ્યાર્થીઓની પ્રતિભાને મંચ આપવા માટે આયોજિત આ કાર્યક્રમ ખરેખર ગૌરવપૂર્ણ રહ્યો.
જયતુ સંસ્કૃતમ્
જયતુ ભારતમ્










