સોમવારનું રાશિફળ
મેષ
પોઝિટિવ: આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિના સહયોગથી લાંબા સમયથી ચાલતી સમસ્યાનું સમાધાન મળશે. તમે રાહત અને શાંતિ અનુભવશો અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે અન્ય કામો પર ધ્યાન આપી શકશો. બાળકોના લગ્ન સંબંધિત યોજનાઓ પણ બનશે. નેગેટિવ: કોઈ અજાણી વ્યક્તિ પર વિચાર્યા વગર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક રહી શકે છે. સાસરી પક્ષને લગતી ચિંતા રહી શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન કરો. નકામાં કામોમાં ખર્ચ વધુ થશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં હાલમાં કોઈ નવું કામ કે યોજના સફળ નહીં રહે. તેથી વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખો. મહેનત વધુ અને પરિણામ ઓછું મળે તેવી સ્થિતિ છે. સરકારી ઓફિસોમાં વધારાના કામના બોજને કારણે તણાવ રહેશે. લવ: પરિવારજનોનો એકબીજા પ્રત્યેનો સહયોગ ઘરની વ્યવસ્થાને સારી રાખશે. લવ સંબંધોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખો. સ્વાસ્થ્ય: સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહેશે. વ્યાયામ અને ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો. શુભ રંગ: બ્રાઉન લકી કલર: 7
વૃષભ
પોઝિટિવ: ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. આજે તમે જે કામ કરવાનું નક્કી કરશો, તે પૂરું કરીને જ રહેશો. યુવાનોને મીડિયા કે ઈન્ટરનેટ દ્વારા નવી માહિતી મળશે, જે ભવિષ્યના નિર્ણયોમાં મદદરૂપ થશે. નેગેટિવ: લોકો વચ્ચે કોઈની ટીકા કે નિંદા ન કરો, નહીં તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. કોઈ અપ્રિય સમાચારથી પરેશાની રહેશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં વ્યવસ્થા સારી રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં મહત્ત્વના ઓર્ડર મળશે, જેનાથી ભવિષ્યની યોજનાઓ સુધરશે. નોકરિયાત લોકોને મનપસંદ સ્થળે બદલીની શક્યતા છે. લવ: લગ્નજીવન સુખમય રહેશે. પતિ-પત્નીના સહયોગથી મહત્ત્વની યોજનાઓ બનશે અને ઘરમાં શિસ્તભર્યું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોએ સંપૂર્ણ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો. લકી કલર: લીલો લકી નંબર: 4
મિથુન
પોઝિટિવ: અભ્યાસ, સંશોધન, લેખન વગેરે માટે સમય અનુકૂળ છે. પારિવારિક બાબતોમાં તમારા સૂચનોને પ્રાધાન્ય મળશે. બાળકોની સફળતાથી તમે રાહત અનુભવશો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. નેગેટિવ: ભૂતકાળની નેગેટિવ બાબતોને વર્તમાન પર હાવી ન થવા દો, નહીં તો નુકસાન તમને જ ભોગવવું પડશે. ઉધાર આપેલા પૈસા પરત મેળવવા ખાસ પ્રયાસ કરવા પડશે. યુવાનો કરિયરને લઈને અસમંજસમાં રહેશે. વ્યવસાય: વ્યવસાયના તમામ પાસાઓ પર ધ્યાન આપો અને મહત્ત્વના સંપર્કોને મજબૂત કરો. પ્રોપર્ટીના વ્યવસાયમાં સારી ડીલ થઈ શકે છે. નોકરિયાત લોકોને ઓફિસના કામ માટે પ્રવાસ કરવો પડી શકે. લવ: પતિ-પત્નીના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ રહેશે. સ્વાસ્થ્ય: માથાનો દુખાવો કે પેટની સમસ્યા રહી શકે છે. ગેસ અને વાયુવાળી વસ્તુઓ ટાળો. સંતુલિત દિનચર્યા રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 5
કર્ક
પોઝિટિવ: નજીકના સંબંધીના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળશે. તમારી સારી કાર્યશૈલીને કારણે સમાજમાં તમારી ઓળખ બનશે. યુવાનોને તેમની યોજનાઓ માટે અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. નેગેટિવ: જો કોઈને ઉધાર આપવું પડે, તો તેની પાછી વસૂલાત નિશ્ચિત કરો. પરિવારના સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. નેગેટિવ વૃત્તિના લોકોથી દૂર રહો, નહીં તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે. વ્યવસાય: વ્યવસાયમાં કામનો બોજ વધુ રહેશે, પરંતુ મનોનુકૂળ પરિણામ ન મળવાથી મન પરેશાન રહેશે. હાલમાં શાંતિ અને ધીરજ રાખવી જરૂરી છે. વ્યવસાયિક સંપર્કોને મજબૂત કરવા ધ્યાન આપો. લવ: પારિવારિક બાબતોમાં તમારું યોગદાન જાળવી રાખો, પરંતુ સૌને તેમના વ્યક્તિગત કામોમાં સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે. વિજાતીય લોકોથી મર્યાદિત અંતર રાખો. સ્વાસ્થ્ય: વ્યવસ્થિત દિનચર્યા રાખો. વધુ પડતો તણાવ તમારી કાર્યક્ષમતા અને પાચનતંત્ર પર અસર કરી શકે છે. લકી કલર: સફેદ લકી નંબર: 2
સિંહ
પોઝિટિવ: તમારો સંપર્ક વિસ્તાર વધશે અને લોકપ્રિયતા રહેશે. યુવાનોમાં કામ પ્રત્યે લગન રહેશે. રાજકીય વ્યક્તિઓ સાથે લાભદાયી મુલાકાત થશે. ઘરમાં ધાર્મિક કાર્યોની યોજના બની શકે છે. નેગેટિવ: કોઈની સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. સંબંધોમાં ચોક્કસ અંતર રાખવું શ્રેષ્ઠ છે. પરિવાર સંબંધિત પ્રવૃત્તિઓમાં અડચણો રહેશે, પરંતુ સમય જતાં પરિસ્થિતિ અનુકૂળ થશે. પ્રવાસ ટાળો. વ્યવસાય: વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે વ્યવસાય પર વધુ ધ્યાન નહીં આપી શકો. જોકે, ફોન દ્વારા કામ ચાલતું રહેશે. માર્કેટિંગમાં સફળતા મળશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહો. લવ: ઘરમાં સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે, જેનાથી તમે ખુશ રહેશો. લવ સંબંધોમાં નિકટતા રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. હવામાનના ફેરફારથી આળસ અને થાક રહી શકે. યોગ અને વ્યાયામ નિયમિત રાખો. લકી કલર:વાદળી લકી નંબર: 9
કન્યા
પોઝિટિવ: દિવસની શરૂઆત શાંતિપૂર્ણ રહેશે. તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરો. સામાજિક સંબંધોનો વિસ્તાર વધશે. જરૂરિયાતમંદ લોકોની મદદથી આત્મિક શાંતિ મળશે અને તમે તમારા કામો પર ધ્યાન આપી શકશો. નેગેટિવ: નેગેટિવ લોકો તમારી ટીકા કરી શકે છે, પરંતુ ચિંતા ન કરો, તમને નુકસાન નહીં થાય. તમારા કામમાં વ્યસ્ત રહો. ઉધાર આપતા પહેલાં વસૂલાત નિશ્ચિત કરો. વ્યવસાય: વ્યવસાયમાં ફેરફારો થશે. તમારી વ્યવહારકુશળતાથી નેગેટિવ પરિસ્થિતિને કાબૂમાં રાખશો. યોજનાઓ અને કાર્યપ્રણાલીને ગુપ્ત રાખો. નોકરિયાત લોકોએ સાવધાનીથી કામ કરવું. લવ: તમારા પ્રયાસો પરિવારની વ્યવસ્થાને સુખદ અને શિસ્તબદ્ધ રાખશે. લવ પાર્ટનર વચ્ચે અહમના કારણે અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો. નાની બેદરકારી પરેશાનીનું કારણ બની શકે છે. લકી કલર: પીળો લકી નંબર: 9
તુલા
પોઝિટિવ: મીડિયા, માર્કેટિંગ, ઓનલાઈન વગેરે પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. આ સમયે તમારા માટે લાભદાયી પરિસ્થિતિઓ બની રહી છે. કોઈપણ કામ અને મહેનતનું પૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા મહત્ત્વની માહિતી મળવાની શક્યતા છે. નેગેટિવ: આ શ્રેષ્ઠ સમયનો સદુપયોગ કરો. આળસ અને સુસ્તીને હાવી ન થવા દો. તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે પૂરી મહેનત કરો. ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. બાળકોનું યોગ્ય માર્ગદર્શન તેમના માટે મદદરૂપ રહેશે. વ્યવસાય: વ્યવસાયમાં મોટો ઓર્ડર મળવાની શક્યતા છે અને તમને તમારી ક્ષમતાઓ દર્શાવવાનો મોકો મળશે. નોકરિયાત લોકોએ પોતાના કામ પર વધુ ધ્યાન આપવું, કારણ કે ફાઈલ વર્કમાં ભૂલ થવાની આશંકા છે. લવ: જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારું મનોબળ જાળવી રાખશે. પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા આવશે. મનોરંજક કાર્યક્રમો પણ બનશે. સ્વાસ્થ્ય: વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન જરૂરી છે. નહીં તો નબળાઈ અને થાકની સ્થિતિ અનુભવાશે. લકી કલર: પિરોઝી લકી નંબર: 6
વૃશ્ચિક
પોઝિટિવ: આનંદદાયક દિવસ વીતશે. નજીકની વ્યક્તિની મદદ કરવાથી તમને આનંદ થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. પ્રોપર્ટી ખરીદવાની પણ સારી શક્યતા બની શકે છે. નેગેટિવ: બેદરકારીના કારણે વરિષ્ઠ લોકોની નારાજગી સહન કરવી પડી શકે છે. આળસ અને સુસ્તીથી તમારી કાર્યપ્રણાલીમાં મંદી આવશે. પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. આજે કોઈપણ પ્રકારનું લેવડ-દેવડ કે ઉધારનું કામ ન કરો. વ્યવસાય: વ્યવસાયમાં હજી મનગમતું કામ નહીં થાય. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ધીરજ અને સંયમ રાખવો યોગ્ય છે. વિદેશ જવાના પ્રયાસ કરતા લોકોને આજે શુભ સમાચાર મળી શકે છે. ઓફિસમાં અસ્તવ્યસ્ત વાતાવરણથી કેટલીક પરેશાનીઓ રહેશે. લવ: જીવનસાથી સાથે કેટલાક મતભેદ રહેશે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી શકે છે. તેથી તમારા સ્વભાવમાં નરમાઈ રાખો. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ અને સાંધામાં દુખાવાની સમસ્યા અનુભવાશે. વ્યાયામ અને યોગ પર ધ્યાન આપો. લકી કલર: ગુલાબી લકી નંબર: 2
ધનુ
પોઝિટિવ: પ્રભાવશાળી અને સન્માનિત લોકો સાથે મુલાકાતનો અવસર મળશે અને તમે ખાસ સ્થાન પ્રાપ્ત કરશો. આર્થિક લાભથી ખુશી રહેશે. જીવનધોરણને વધુ સારું બનાવવા માટે પરિવારજનો સાથે યોજનાઓ બનશે. નેગેટિવ: જમીન-જાયદાદનો કોઈ મુદ્દો ચાલી રહ્યો હોય તો તેને શાંતિથી અને ગંભીરતાથી સમજાવો. ઉતાવળ અને ભાવનાત્મકતામાં ખોટા નિર્ણયો થઈ શકે છે. આ સમયે સ્થળ પરિવર્તન માટે સમય અનુકૂળ નથી. વ્યવસાય: વ્યવસાયમાં ઉતાર-ચઢાવ રહેશે. ફેક્ટરી, ઉદ્યોગ વગેરે સંબંધિત વ્યવસાયમાં નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી. યુવાનોને કરિયર સંબંધિત શુભ સમાચાર મળશે. ઓફિસમાં રાજકીય વાતાવરણ રહેશે. લવ: દાંપત્ય જીવન સુખદ અને ખુશહાલ રહેશે. લવ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય: માનસિક અને શારીરિક તણાવથી રાહત મેળવવા થોડો સમય એકાંતમાં કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવો. લકી કલર: ગુલાબી લકી નંબર: 5
મકર
પોઝિટિવ: ઘર કે વ્યવસાયમાં પરિવર્તનની યોજના બની રહી હોય તો વાસ્તુના નિયમોનું પાલન કરો. આમ કરવું લાભદાયી રહેશે. તમારી યોજનાબદ્ધ કામગીરી અને પોઝિટિવ વિચારસરણી તમારા અને પરિવાર માટે નવી દિશા આપશે. નેગેટિવ: તમારી સફળતાનો દેખાડો ન કરો અને ખાસ યોજનાઓ ગુપ્ત રાખો. બેદરકારીથી પૈસાનો બગાડ થઈ શકે છે. કોઈના પર વધુ ભરોસો ન કરો. અનિદ્રા અને બેચેનીની સ્થિતિ અનુભવાશે. વ્યવસાય: વ્યવસાયમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી રહેશે. સહયોગીઓ અને ઘરના અનુભવી લોકોના નિર્ણયોને પ્રાધાન્ય આપો. ફાઈલો અને દસ્તાવેજો સુવ્યવસ્થિત રાખો. નોકરિયાત લોકોને મનગમતો પ્રોજેક્ટ મળશે. લવ: પતિ-પત્નીનો પરસ્પર સમન્વય ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા બનાવશે. વિવાહેત્તર સંબંધો ન ઊભા થવા દો. સ્વાસ્થ્ય: વાયુ, ગેસ વગેરેને કારણે સાંધામાં દુખાવો અને બેચેનીની સમસ્યા રહેશે. ખાનપાન પ્રત્યે સાવચેતી રાખો. લકી કલર: લીલો લકી નંબર: 7
કુંભ
પોઝિટિવ: ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આસ્થા વર્તમાન નેગેટિવ પરિસ્થિતિઓમાં પણ પોઝિટિવ ઊર્જા આપશે. તમારા કર્મ અને પુરુષાર્થ પર વિશ્વાસ રાખો, તમે નિશ્ચિતપણે સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરશો. નેગેટિવ: નાણાકીય બાબતોનું કોઈ કામ આજે મુલતવી રાખવું શ્રેષ્ઠ છે. કોઈની સાથે વાદ-વિવાદમાં ન ઉલઝો, જૂના ઝઘડા ફરી ઊભા થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઈને પરેશાન રહેશે. વ્યવસાય: પ્રોપર્ટી સંબંધિત સારી ડીલ થઈ શકે છે, પરંતુ વધુ નફાની આશા ન રાખો. કાર્યસ્થળે આજે કોઈ મહત્ત્વનું કામ સહયોગીની મદદથી સરળતાથી પૂર્ણ થશે. નોકરીમાં અતિશય કામનો બોજ થાક આપશે. લવ: દાંપત્ય જીવનમાં સૌનો એકબીજા પ્રત્યે સમન્વય રહેશે, જેનાથી પરિવાર અને પરસ્પર સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. ગેસ અને એસિડિટીની સમસ્યા રહી શકે છે. ભારે ખોરાક ટાળો. લકી કલર: બદામી લકી નંબર: 2
મીન
પોઝિટિવ: સમય ખૂબ જ પોઝિટિવ છે. પરિવારજનો સાથે સમય વિતાવવાથી તમે તાજગી અનુભવશો. આત્મવિશ્વાસ અને મહેનત તમને તમારા કામોમાં સફળતા આપશે. તમારી યોગ્યતા અને ક્ષમતાની પ્રશંસા થશે. નેગેટિવ: નિરર્થક ઉદાસીની સ્થિતિ અનુભવાશે. ગુસ્સો અને ઉતાવળ જેવા સ્વભાવ પર નિયંત્રણ રાખો. સંબંધી કે પડોશી સાથે વિવાદની સ્થિતિ બની રહી છે. પોઝિટિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. વ્યવસાય: વર્તમાન સમય સિદ્ધિઓનો છે. તમારી પૂરી મહેનત અને ઊર્જા કામો પ્રત્યે લગાવો. પડોશી વ્યવસાયી સાથે ઝઘડાની સ્થિતિ બની શકે છે, ગુસ્સા પર નિયંત્રણ રાખો. લવ: પરિવારજનો સાથે શોપિંગ વગેરેનો આનંદદાયક સમય વીતશે. લવ સંબંધોમાં વધુ મધુરતા આવશે. સ્વાસ્થ્ય: ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરી શકે છે. ખાનપાન પ્રત્યે સજાગ રહો. લકી કલર: પીળો લકી નબર: 9
