સરસ્વતી તાલુકાના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રૂ. 1.5 કરોડના ખર્ચે રવિયાણા થી માધાપુરા-કેનાલ સુધીના રોડના નિર્માણ માટેનો ખાતમુહૂર્ત માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતું.

આ માર્ગના નિર્માણથી આસપાસના ગામોને શહેર સાથે વધુ સારો જોડાણ મળશે, પરિવહન સુલભ બનશે અને સ્થાનિક નાગરિકોને વિશાળ લાભ મળશે. ખાસ કરીને રવિયાણા, માધાપુરા તથા નજીકના ગામોના ખેડૂતો, વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે આ રોડ જીવનરેખા સાબિત થશે. સમયની બચત, સલામત મુસાફરી અને વિકાસના નવા દરવાજા ખુલી રહેશે.

ગુજરાત સરકાર ગામડાંના માળખાકીય વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કાર્યરત છે. આવનારા સમયમાં પણ આવા અનેક વિકાસ કાર્યો સાકાર થવાના છે.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ, તાલુકાના વાલી, સરસ્વતી તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, ડેલિકેટો ગામના સહકારી આગેવાનો, આજુબાજુ ગામોના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), ડી.ઈ. શ્રી, પક્ષના કાર્યકરો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Share :

સંબંધિત સમાચાર