- 05 Nov, 2025
- 58
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત નર્મદા જિલ્લાના ખેડૂતોને સહાય પહોંચાડવા તંત્ર સક્રિય થયું.
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત નર્મદા જિલ્લાના ધરતીપુત્રો સુધી સહાય પહોંચે તે માટે તંત્ર કાર્યરત થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના આપતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકામાં સર્વે કાર્ય પૂરઝડપે આગળ વધી રહ્યો છે; બાકીના તાલુકાઓમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
જિલ્લા વહીવટી તંત્ર મુજબ અત્યાર સુધી ડેડિયાપાડા તાલુકાના 112, ચીકદાના 55 તથા સાગબારાના 95 ગામોમાં તલાટી, ગ્રામસેવક, VCE અને સર્વેયર ટીમો દ્વારા નુકસાનગ્રસ્ત પાકનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.










