માગશર સુદ અગિયારસ તથા ગીતા જ્યંતીના પાવન દિવસે શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળા, સિદ્ધપુર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા વિધિવત્ શ્રી ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું તેમજ શ્રીમદ ભગવદ્ગીતા પારાયણ ભરપૂર ભક્તિભાવ સાથે સંપન્ન કરાયું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન ઋષિકુમારો દ્વારા ગીતાના ઉપદેશો અંગે પોતાના વિચારો વ્યાખ્યાન સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. ગુરુજનો દ્વારા જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનો સાર સરળ અને સુંદર રીતે સમજાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે ગુરુજનો દ્વારા આશીર્વચન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે ગીતા જ્યંતીનો આ ઉજાસ વધુ પવિત્ર અને પ્રેરણાદાયક બની રહ્યો.

Share :

સંબંધિત સમાચાર