કેવી છે પવનદીપ રાજનની તબિયત?

પવનદીપની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી છે. જેમાં ગાયકની તબિયત અંગે માહિતી આપવામાં આવી છે. પોસ્ટમાં લખાયુ છે કે, પવનદીપ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને એનસીઆરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. તેમના શરીરમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યુ છે. વધુમાં પવનદીપની ટીમે જણાવ્યુ છે કે, સોમવારનો દિવસ પવનદીપના પરિવાર માટે ગંભીર રહ્યો હતો. પરંતુ ફેન્સની પ્રાર્થનાએ ગાયકની તબિયતમાં સુધાર લાવ્યો છે. અને હવે તેઓ ખતરાની બહાર છે. 6 કલાક ચાલેલા ઓપરેશન બાદ પવનદીપની તબિયત હાલ સુધારા પર છે. 3-4 દિવસના આરામ બાદ ફરી તેમનું ઓપરેશન કરવામાં આવશે.

ચાહકોનો માન્યો આભાર

ટીમે ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો અને આગળ લખ્યું, "તેના બધા ચાહકો, પરિવાર, મિત્રો અને વિશ્વભરના શુભેચ્છકોના આશીર્વાદ અને સમર્થનનું પરિણામ છે કે તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પવનને તમારી પ્રાર્થનામાં રાખવા બદલ આપ સૌનો આભાર."

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ પવનદીપના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી

અકસ્માતમાં પવનદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેના ડ્રાઈવર રાહુલ સિંહ અને સાથી અજય મહેરાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. જે બાદ પોલીસે બંને વાહનોને પોતાના કબજામાં લીધા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

Share :

સંબંધિત સમાચાર