- 20 Nov, 2025
- 72
સિધ્ધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ‘યુનિટી માર્ચ’નું આયોજન થયું
સિધ્ધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ‘યુનિટી માર્ચ’નું આયોજન થયું, જેમાં યુવાનો અને નાગરિકોએ રાષ્ટ્રપ્રેમના ઉત્સાહ સાથે ભાગ લીધો. જુના ટાવરથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સુધી યોજાયેલ આ પદયાત્રા દરમિયાન ‘સરદાર પટેલ અમર રહો’ના નારા ગુંજી ઉઠ્યા અને સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું.
માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને લીલી ઝંડી બતાવી પદયાત્રાનું શુભારંભ કર્યું. સરદાર પટેલના ૫૬૨ રજવાડાઓના એકીકરણના વિઝનને સમર્પિત આ યુનિટી માર્ચમાં માર્ગમાં આવેલા દરેક સ્થળે સિધ્ધપુરવાસીઓએ ફૂલોની વર્ષા કરીને પદયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું, જે શહેરની એકતા અને સંસ્કારની પ્રતિબિંબ કરાવે છે.
આ પ્રસંગે ‘ 'એક પેડ માઁ કે નામ' અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેને કારણે કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ જોડાઈ ગયો. રાષ્ટ્રપ્રેમથી છલકાતી આ યુનિટી માર્ચ સિધ્ધપુરના ઇતિહાસમાં સદા યાદ રહે તેવી અનોખી ક્ષણ બની રહી છે.










