- 22 Nov, 2025
- 692
૧૯૮૧માં સ્થાપિત એસ્પી કોલેજ ઓફ ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ આજે તેના ભવ્ય ૪૫ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે કોલેજે ભવ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ ૨૦૨૫ નું આયોજન કર્યું હતું.
Aspee College of Nutrition & Community Science, જેની સ્થાપના વર્ષ 1981માં થયેલી છે, આજે પોતાના ગૌરવપૂર્ણ 45 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ અવસરે કોલેજ દ્વારા ભવ્ય Alumni Meet 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. આર. એમ. ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Alumni Meet દરમિયાન વિવિધ જૂના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ, યાદો અને વિચાર શેર કર્યા હતા.
1981ના પ્રથમ બેચથી લઈને 2025 સુધીના તમામ વર્ષોના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ડીન સાહેબની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. કુલ 300થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કોલેજના 45 વર્ષના આ ઉજવણી સમારોહને સૌએ અત્યંત ઉત્સાહપૂર્ણ રીતે માણ્યો હતો.










