- 19 Dec, 2025
- 33
સિદ્ધપુર વિસ્તારમાં માર્ગ વિકાસ અને પાણી સુવિધાને વેગ
સિદ્ધપુર વિસ્તારના માર્ગ વિકાસને નવી દિશા આપતા બે મહત્વપૂર્ણ માર્ગ કાર્યોની શરૂઆત તેમજ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આંકવીથી માનપુરા સુધીના ૨.૨૩ કિલોમીટર લાંબા રસ્તાનું ₹૮૦ લાખના ખર્ચે રિસરફેસિંગ, ડામર કામ તથા રોડ ફર્નિશિંગ સાથેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગના વિકાસથી મુસાફરી વધુ સુરક્ષિત, સુગમ અને સુવ્યવસ્થિત બનશે.
તે સાથે આંકવી–મહાકાળી આશ્રમથી સિદ્ધપુર મેળોજને જોડતા ૧.૫૦૦ કિલોમીટર લાંબા રસ્તાના ₹૧૬૫ લાખના ખર્ચે ખાતમૂહર્ત સાથે વિકાસ કાર્યની ઔપચારિક શરૂઆત કરવામાં આવી. આ માર્ગથી ધાર્મિક સ્થળો તથા ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. ગામના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલાંરૂપે ₹૪૫ લાખના ખર્ચે નિર્મિત નવીન બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બોરથી સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણી તેમજ રોજિંદી જરૂરિયાતો માટે પૂરતું અને સુલભ પાણી ઉપલબ્ધ બનશે.










