- 06 Nov, 2025
- 59
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ : ટીમ ઈન્ડિયાની જાહેરાત
નવી દિલ્હી:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. આ શ્રેણીનો પ્રારંભ 14 નવેમ્બર 2025 થી થવાનો છે.
આ ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની વાપસી થઈ છે, જે આ વખતે ઉપ-કપ્તાન (Vice-Captain) તરીકે પણ સેવા આપશે. ઉપરાંત, પેસ બોલર આકાશ દીપને પણ લાંબા સમય બાદ ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ટીમની યાદી:
- શુભમન ગિલ (કપ્તાન)
- ઋષભ પંત (વિકેટકીપર, ઉપ-કપ્તાન)
- યશસ્વી જૈસવાલ
- કે.એલ. રાહુલ
- સાય સુધર્શન
- દેવદત્ત પદિક્કલ
- ધ્રુવ જુરેલ
- રવીન્દ્ર જાડેજા
- વોશિંગટન સુંદર
- જસપ્રીત બુમરાહ
- અક્ષર પટેલ
- નીતિશ કુમાર રેડ્ડી
- મહમ્મદ સિરાજ
- કુલદીપ યાદવ
- આકાશ દીપ










