ચેન્નાઈ સુપર કિંગ્સ એ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 22મી મેચમાં 32 રનથી શાનદાર જીત નોંધાવી છે.

ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 192 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. ટીમના બેટ્સમેનોએ આક્રમક રમત દેખાડી અને KKRના બોલર્સ પર દબાણ બનાવ્યું.

જવાબમાં કોલકાતા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 160 રન સુધી સીમિત રહી. CSKના બોલર્સે કડક લાઇન-લેન્થથી બોલિંગ કરીને મેચમાં કાબૂ રાખ્યો.

 મેચના હીરો રહ્યા નૂર અહમદ, જેમને તેમની શાનદાર બોલિંગ માટે "પ્લેયર ઓફ ધ મેચ"

જાહેર કરવામાં આવ્યા હતા. જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે અને પ્લેઓફ માટેનો દાવ વધુ મજબૂત કર્યો છે.

Share :

સંબંધિત સમાચાર