આ સિવાય મેચ પછી BCCIએ દિલ્હી કેપિટલ્સના એક ખેલાડી સામે કાર્યવાહી કરી અને તેના પર દંડ પણ ફટકાર્યો. BCCIની આ કાર્યવાહી પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

મુકેશ કુમારને ફટકારવામાં આવ્યો દંડ

ખરેખર મેચ દરમિયાન, દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મુકેશ કુમારને ક્રિકેટ સાધનો, કપડાં અથવા ગ્રાઉન્ડ સાધનોનો "દુરુપયોગ" કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે મુકેશે પણ મેચ પછી સ્વીકારી લીધો. બીસીસીઆઈએ હવે મુકેશ કુમાર પર આઈપીએલમાં લેવલ 1 ગુનો કરવા બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ "મુકેશ કુમારે કલમ 2.2 (મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિક્સર અને ફિટિંગનો દુરુપયોગ) હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો છે અને મેચ રેફરીની સજા સ્વીકારી છે. આચારસંહિતાના લેવલ 1 ના ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે."

વિલ જેક્સ અને તિલક વર્મા થયા આઉટ

મેચની શરૂઆતમાં મુકેશ કુમારે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. તેને મુંબઈ ઈન્ડિયન્સના બે ખતરનાક બેટ્સમેન વિલ જેક્સ અને તિલક વર્માને આઉટ કર્યા હતા, પરંતુ મેચમાં તેની છેલ્લી ઓવર ખૂબ મોંઘી પડી. મુકેશે તેની છેલ્લી ઓવરમાં 27 રન ખર્ચ્યા હતા. નમન ધીર અને સૂર્યકુમાર યાદવે 19મી ઓવરમાં મુકેશ કુમારને હેરાન કર્યો હતો. આ મેચમાં બોલિંગ કરતી વખતે મુકેશે 4 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી.

દિલ્હી પ્લેઓફમાંથી થયું બહાર

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 59 રને વિજય મેળવ્યો છે. આ સાથે, મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને દિલ્હી પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે. આ મેચમાં, MI ટીમે પ્રથમ બેટિંગ કરી અને 180 રન બનાવ્યા. મુંબઈએ છેલ્લી 2 ઓવરમાં 48 રન કરીને આ મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં દિલ્હી ફક્ત 121 રન જ બનાવી શક્યું હતું. ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ પછી મુંબઈ હવે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.

Share :

સંબંધિત સમાચાર