- 11 Apr, 2026
- 151
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં રોમાંચક મુકાબલો: પંજાબ કિંગ્સ નો શાનદાર વિજય
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના 17મા મુકાબલામાં પંજાબ કિંગ્સ એ સનરાઇઝર્સ હૈદરાબાદ ને 6 વિકેટથી હરાવી ભવ્ય જીત મેળવી હતી. હાઈ-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે આ મોટા ટાર્ગેટને માત્ર 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 223 રન બનાવી હાંસલ કર્યો હતો. પંજાબના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી ટીમને યાદગાર જીત અપાવી.
મેચના હીરો તરીકે શ્રેયસ ઐયર રહ્યા, જેઓને તેમની શાનદાર પ્રદર્શન બદલ “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા હતા. તેમની ઇનિંગ્સે ટીમને જીત તરફ દોરી હતી.
આ જીત સાથે પંજાબ કિંગ્સે પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ હાર ચિંતાજનક બની છે.










