- 10 Apr, 2026
- 151
રાજસ્થાન રોયલ્સનો ધમાકેદાર વિજય, આર.સી.બી.ને 6 વિકેટથી હરાવ્યું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ના 16મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. રોમાંચક મેચમાં આર.આર.એ 201 રનના લક્ષ્યને માત્ર 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યું હતું.
મેચમાં પ્રથમ બેટિંગ કરતાં આર.સી.બી.એ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા હતા. પરંતુ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરી સરળતાથી લક્ષ્ય સુધી પહોંચ્યા હતા.
આ મુકાબલામાં ઉત્તમ પ્રદર્શન બદલ વૈભવ સૂર્યવંશીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પોતાની મજબૂત સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.










