ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પીએચ.ડી. સંશોધનમાં વધુ એક સિદ્ધિ
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કાનૂન ફેકલ્ટીમાં ડૉ. જાડેજા રાજદીપસિંહ ભગિર્થસિંહે તેમના પીએચ.ડી. થિસિસનું સફળતાપૂર્વક વાઇવા પૂર્ણ કર્યું હતું. તેમની થિસિસનું શીર્ષક “ભારતીય બંધારણના પરિપ્રેક્ષ્યમાં અમદાવાદ જિલ્લામાં ગુજરાત રાજ્યની ખેડૂતલક્ષી યોજનાઓની અસરકારકતા વિષયક સામાજિક-આર્થિક અભ્યાસ” હતું.
આ સંશોધન કાર્ય ડૉ. પરિમા આર. રાવલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સંશોધનમાં ગુજરાત રાજ્યની ખેડૂતલક્ષી યોજનાઓના પ્રભાવ અને તેની અસરકારકતાનો વ્યાપક સામાજિક તથા આર્થિક અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીની આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના અધિકારીઓ, ફેકલ્ટી સભ્યો અને સહવિદ્યાર્થીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




