ચેન્નાઈ સુપર કિંગ્સ એ દિલ્હી કેપિટલ્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના 18મા મુકાબલામાં 23 રનથી ભવ્ય જીત નોંધાવી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSK 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 212 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો.

જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 189 રન સુધી પહોંચી શકી અને મેચ ગુમાવી. ચેન્નાઈ સુપર કિંગ્સ ના બોલર્સે મહત્વપૂર્ણ સમયે વિકેટ લઈને મેચ પર પકડ મજબૂત રાખી હતી.

આ મુકાબલામાં સંજુ સેમસન એ શાનદાર પ્રદર્શન કરી “પ્લેયર ઓફ ધ મેચ”નો ખિતાબ મેળવ્યો હતો. તેમની આકર્ષક ઇનિંગ્સ અને ટીમ માટેના યોગદાનને કારણે ન્નાઈ સુપર કિંગ્સને જીતમાં મોટી મદદ મળી.

જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

Share :

સંબંધિત સમાચાર