- 12 Apr, 2026
- 169
ગુજરાત ટાઇટન્સનો દમદાર વિજય, લખનૌને 7 વિકેટથી હરાવ્યું; પ્રસિદ્ધ કૃષ્ણા બન્યા પ્લેયર ઓફ ધ મેચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના 19મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સ એ શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટથી વિજય મેળવ્યો હતો.
મેચમાં પહેલા બેટિંગ કરતાં લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. ટીમ તરફથી મધ્યક્રમના બેટ્સમેનોએ સંઘર્ષપૂર્ણ ઈનિંગ રમીને સ્કોર લડાયક બનાવ્યો હતો.
જવાબમાં ગુજરાત ટાઇટન્સે આ લક્ષ્યને 18.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી સરળતાથી હાંસલ કરી લીધો હતો. ગુજરાતના બેટ્સમેનોએ સંયમ અને આક્રમકતાનો સરસ મિશ્રણ દર્શાવી ટીમને જીત સુધી પહોંચાડી.
મેચના હીરો તરીકે પ્રસીધ કૃષ્ણ ને "પ્લેયર ઓફ ધ મેચ" જાહેર કરવામાં આવ્યા હતા. તેમની શાનદાર બોલિંગે વિરોધી ટીમના બેટિંગ ક્રમને દબાવી દીધો હતો અને મેચનો રૂખ બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.










