ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ પબ્લિક સ્કૂલમાં બાલમંદિર વિભાગના વિદ્યાર્થીઓ માટે “ફર્સ્ટ સ્ટેપ ઇન ધ સ્કૂલ” કાર્યક્રમ વાલીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રવેશ મેળવનાર નાનકડા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના પ્રથમ દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત, શાળામાં પ્રથમવાર આવનાર વિદ્યાર્થીઓના પ્રથમ પગલાની છાપ લેવામાં આવી અને તેને સુંદર ફોટો ફ્રેમ સ્વરૂપે તૈયાર કરી વાલીઓને અર્પણ કરવામાં આવી હતી. આ અનોખી પહેલ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ જીવનના શરૂઆતના ક્ષણોને યાદગાર બનાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. ચેતનસિંહ વાઘેલા તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એડમીન) ડૉ. ચેતનાબા રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને તમામ વાલીઓને સ્મૃતિચિહ્નરૂપે ફ્રેમ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન સ્કૂલ ડાયરેક્ટર અરવિંદસિંહ વાઘેલા, પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન મોદી તેમજ બાલમંદિર વિભાગના શિક્ષકમંડળે સંયુક્ત રીતે કર્યું હતું. કાર્યક્રમને વાલીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

Share :

સંબંધિત સમાચાર