- 24 Apr, 2026
- 173
કુંવારા ખાતે શ્રી રામજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવાયો
કુંવારા ખાતે આવેલ પવિત્ર શ્રી રામજી મંદિરના રજત જયંતિ મહોત્સવનો પાવન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ અવસરે ઉપસ્થિત રહી સૌએ ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
મહોત્સવ નિમિત્તે આયોજિત પવિત્ર વિષ્ણુ મહાયજ્ઞમાં પણ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન ભક્તિભાવ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો, જેમાં હાજર રહેલા સૌએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
આવા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો સમાજને એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડતા મહત્વપૂર્ણ બની રહે છે.
આ પ્રસંગે ડૉ. સુરેશભાઈ, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પટેલ, શ્રી અમરતભાઈ પટેલ, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રી ડાયાભાઈ, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી શંકરલાલ પટેલ સહિત રામજી મંદિરના કમિટીના સભ્યો, દાતાશ્રીઓ અને આયોજક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.










