- 29 Apr, 2026
- 159
મેળોજ અને કોટ ગામે ધાર્મિક મહોત્સવોમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ રહ્યા હતા.
મેળોજ ખાતે આયોજિત શ્રી બ્રહ્માણી માતાજી મંદિરના રજત જયંતિ મહોત્સવમાં માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે આગેવાનો અને ભક્તજનો સાથે સ્નેહસભર મુલાકાત યોજાઈ હતી.
તે ઉપરાંત કોટ ગામના રબારી વાસ ખાતે યોજાયેલા જય શ્રી મોમાઈ માતાજી, શ્રી ગોગા મહારાજ અને શ્રી સિકોતર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેમણે હાજરી આપી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા અને ભક્તજનો સાથે મુલાકાત કરી હતી.
આ પ્રસંગે શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી વિજયભાઈ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રી અમૃતભાઈ પ્રજાપતિ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી જસુભાઈ પટેલ, શ્રી સુરેશજી ઠાકોર, શ્રી શૈલેષજી ઠાકોર, શ્રી કનુજી ઠાકોર, શ્રી અશોકભાઈ, શ્રી ગંગારામભાઈ, શ્રી નટુભાઈ, શ્રી ભાવેશભાઈ વ્યાસ, શ્રી હેતલભાઈ શાસ્ત્રી, શ્રી વીરાભાઇ પ્રજાપતિ, શ્રી દશરથભાઈ પ્રજાપતિ, શ્રી જયંતીભાઈ પ્રજાપતિ, શ્રી કમાભાઈ રબારી, શ્રી અમરતભાઈ રબારી, શ્રી જીવણભાઈ રબારી, શ્રી પ્રભાતભાઈ રબારી, શ્રી વિજયભાઈ રબારી (ભુવાજી), શ્રી જેસલભાઈ ઠાકોર, શ્રી મોહનભાઈ, શ્રી લાલાભાઇ, શ્રી કરસનભાઈ, શ્રી સંજયભાઈ, શ્રી જેસંગભાઈ, શ્રી ધીરાભાઈ માસ્ટર, શ્રી ફૂલાભાઈ માસ્ટર તથા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.










