- 01 May, 2026
- 170
સુરતમાં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી – એવોર્ડ, વિકાસ જાહેરાતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ગૌરવ દિવસ ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સુરતખાતે આચાર્ય દેવવ્રત ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
‘ગૌરવવંતી ગુજરાત – વિરાસતથી વિકાસ’ નામના આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલ, સી. આર. પટીલ અને હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ ‘વિકાસ વાટિકા – સુરત જિલ્લો’ પુસ્તક અને સુરત મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરાયેલ વિકાસકામોને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રીશ્રીએ સુરત જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા સુરત મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને પ્રત્યેક ₹2.5 કરોડ ફાળવવાની જાહેરાત કરી.
મુખ્યમંત્રીશ્રીએ 66મા ગુજરાત ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું કે 1960માં રચાયેલ ગુજરાત આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે સુરતને દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક ગણાવી વિકસિત ગુજરાત માટે સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવી.










