- 29 Apr, 2026
- 151
મેથાણ જમાતખાનાના નવનીકરણ સ્નેહ મિલનમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ રહ્યા હતા.
શિયા ઈમામી ઈસ્માઈલી જમાતખાના, મેથાણ ખાતે જૂના જમાતખાનાના નવનીકરણ માટે આયોજિત સ્નેહ મિલન સમારંભમાં માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉપસ્થિત રહી જમાતના આગેવાનો અને સભ્યો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે સમાજના વિકાસ, એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે નવનીકરણના આ પવિત્ર કાર્યથી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે અને સમગ્ર જમાતના ઉત્કર્ષમાં વધારો થશે.
કાર્યક્રમ દરમિયાન કાઉન્સિલના સર્વ સભ્યો, આગાખાન કાઉન્સિલ ફોર સિદ્ધપુરના પ્રેસિડેન્ટ શ્રી કરીમભાઈ, મેથાણ જમાતખાના મુખી સાહેબ, કામડીયા સાહેબ, એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખશ્રી, મેથાણ સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી, મેથાણ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ માજી સરપંચ શ્રી અમીરભાઈ અને શ્રી રંગુજી, તેમજ ગામના આગેવાનો શ્રી પ્રભાતસિંહ ઠાકોર, શ્રી અનિલભાઈ પટેલ (R&B), શ્રી અકબરભાઈ, શ્રી જાવેદભાઈ, શ્રી દશરથસિંહ રાજપુત, ડૉ. રહેમાનૂલા, શ્રી દરજી સાહેબ, આયોજક મિત્રો તથા મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.










