- 25 Apr, 2026
- 175
ગોકુલ ગ્લોબલ સ્કૂલમાં વૈદિક યજ્ઞ સાથે વિદ્યાર્થીઓનો સામુહિક જન્મદિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ ગ્લોબલ સ્કૂલ (CBSE ઇંગ્લીશ મીડીયમ) ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓનો સામુહિક જન્મદિવસ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોકત પદ્ધતિથી યજ્ઞમાં "રાષ્ટ્રાય સ્વાહા" નો મંત્ર ઉચ્ચારી આહુતિ અર્પણ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓએ યજ્ઞની સાક્ષીમાં જુદા જુદા સંકલ્પો લઈ માતા-પિતા તથા ગુરુજનોને પગે લાગી એમના આશીર્વાદ થકી જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્ર તથા સમાજને સમર્પિત થવાના ભાવથી આજની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાટણ આર્ટસ કોલેજના પ્રાધ્યાપક શ્રી ડો.આશુતોષ પાઠક મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ તથા શુભકામનાઓ પાઠવી હતી. જન્મદિવસ ધરાવતા બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું દિશાદર્શન સંસ્થાના આસિ.એડમીન ડાયરેક્ટર ડો.શ્રી ચેતનાબા રાજપુત દ્વારા કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ડાયરેકટર અરવિંદસિંહ વાઘેલા તથા પ્રિન્સિપાલ શ્રી પ્રકાશભાઈ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રોએ સાથે મળીને કર્યું હતું










