દાબહાર ગ્રુપ દ્વારા સંચાલિત શ્રી અન્નપૂર્ણા રસોડું “ખીચડી-કઢી” નું ભવ્ય શુભારંભ આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રસોડું જનહિતાર્થે સમર્પિત કરવામાં આવ્યું, જેનાથી જરૂરિયાતમંદોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ થશે. આ માનવસેવા અને સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. સદાબહાર ગ્રુપના આ પ્રયત્નને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ. આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ, શ્રી મિહીરભાઈ પાધ્યા, શ્રી નિરંજનભાઇ ઠાકર, શ્રી ભાર્ગવભાઈ રાવલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકાના સભ્યો, સદાબહાર ગ્રુપના સભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર