- 02 May, 2026
- 184
સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રવાન્ડાના હાઈ કમિશનર સાથે મહત્વપૂર્ણ બેઠક, આર્થિક સહકાર મજબૂત બનશે.
સુરત ખાતે યોજાયેલ વાઇબ્રટ ગુજરાત પ્રદેશ કોનફરન્સ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ એ રવાન્ડા દેશના ભારત સ્થિત હાઈ કમિશનર જેકલિન મુકંગિરા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ બેઠકમાં ભારત, ગુજરાત અને રવાંડા વચ્ચેના આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
રવાન્ડાના હાઈ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે રવાન્ડામાં કાર્યરત ભારતીય ઉદ્યોગોમાં મોટા ભાગના વ્યવસાયો ગુજરાતીઓ દ્વારા સંચાલિત થાય છે. જેના પરિણામે બંને પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક તેમજ પીપલ-ટુ-પીપલ કનેકટ વધુ મજબૂત બન્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનું પ્રતિનિધિમંડળ રવાન્ડાની મુલાકાતે મોકલીને પરસ્પર સહકારના નવા અવસર શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે VGRCમાં રવાન્ડા પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વાઇબ્રટ ગુજરાત પ્રદેશ કોનફરન્સ 2027 માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું










