- 28 Apr, 2026
- 168
નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવારોને અભિનંદન
નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં વિજયી બનેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો સાથે ગોકુલ મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે વિજેતા ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન પક્ષના આગેવાનો દ્વારા વિકાસલક્ષી કાર્યને પ્રાથમિકતા આપવાની સાથે જનસેવામાં સમર્પિત રહેવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરપૂર જોવા મળ્યું હતું.










