- 02 Jan, 2026
- 85
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે GSRTCના 4742 કર્મચારીઓને નિમણૂંક પત્રો એનાયત કાર્ય હતા.
ગાંધીનગર:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી. બસના ડ્રાઈવરોને આધુનિક અને ગુણવત્તાસભર તાલીમ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ‘GSRTC જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલ’નું લોન્ચિંગ કર્યું હતું. આ ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ડ્રાઇવિંગ ક્ષેત્રે નવો માપદંડ સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી તથા નાગરિકોને સુગમ, સુરક્ષિત અને સુખદ મુસાફરીનો અનુભવ મળે તે માટે જવાબદારીપૂર્વક સેવા આપવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિસ્તરેલી એસ.ટી. બસ સેવાને અસરકારક, આરામદાયક અને આધુનિક બનાવવાની સરકારની દૃષ્ટિ રજૂ કરતા ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.










