- 26 May, 2025
- 266
ક્યાંક ઘરનાં પતરાં ઉડ્યાં, ક્યાંક વીજ ડીપી ધરાશાયી, તો ક્યાંક ટેન્ટ તૂટ્યો, જુઓ મીની વાવાઝોડાંએ કેવી તબાહી મચાવી
1. ચારે તરફ નુકસાન
રવિવારે રાત્રે અચાનક ત્રાટકેલા વાવાઝોડાને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશયી થવાની, વીજળીના થાંભલા પડવાની તેમજ પતરાથી બનેલા ઘર અને ડોમ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે
2. વૃક્ષો ધરાશાયી
વાવાઝાડાને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર-ઠેર વૃક્ષો જમીન દોસ્ત થયા હતા
3. છાપરા-પતરાના ડોમ-ઘરો ધ્વસ્ત
વાવાઝોડામાં ભારે પવનથી થયેલા નુકસાનના દ્રશ્યો ઠેર-ઠેર નજરે પડ્યા, અનેક ઠેકાણે છાપરા ઉડ્યા હતા અને પતરા તૂટ્યા હતા,
4. જાનહાનિ નહીં
જો કે રાહતની વાત એ હતી કે વાવાઝોડામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
5. વીજળીના ડીપી ધરાશાયી
વાવાઝોડાને કારણે અનેક ઠેકાણે વીજળીના ડીપીને પણ નુકસાન થયું હતું, મહેસાણામાં પણ આવુંજ એક વીજ ડીપી ધરાશાયી થયું હતું.
6. ધરોઇ
ધરોઇમાં ભારે પવનને કારણે ટેન્ટ તૂટવાની ઘટના સામે આવી હતી.










