વિજય સંકલ્પ સાથે સિદ્ધપુરમાં ભાજપનો શક્તિ પ્રદર્શન, કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ
સિધ્ધપુર તાલુકામાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે માનનીય બળવંતસિંહ રાજપૂત
સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને પ્રોત્સાહન આપ્યું હતું.
ઉમેદવારી નોંધણીને વિજય સંકલ્પ રેલીના સ્વરૂપમાં ઉજવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.