પુષ્ય નક્ષત્રના શુભ દિવસે ગોકુલ સાર્વજનિક આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી સુવર્ણ પ્રાશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ગોકુલ ગ્લોબલ ગુજરાતી-ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, તેમજ રાજપુર નગરપાલિકાની કુમાર શાળા નંબર 7 અને કન્યા શાળા નંબર 4 ખાતે યોજાયો હતો.

આ આરોગ્યપ્રદ અભિયાનમાં કુલ 1150 બાળકોને સુવર્ણ પ્રાશન આપવામાં આવ્યું હતું.
સુવર્ણ પ્રાશન દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થવા સાથે તેમની બુદ્ધિ, સ્મૃતિ તથા તંદુરસ્ત વિકાસમાં પણ સહાય મળે છે.

આ પ્રસંગે ગોકુલ આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફ દ્વારા બાળકો તથા વાલીઓને સુવર્ણ પ્રાશનના લાભો અંગે માહિતી આપવામાં આવી હતી.

Share :

સંબંધિત સમાચાર