- 01 Apr, 2026
- 186
નવસર્જનનો નવો માઈલસ્ટોન: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ₹19,800 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
નાણી, બનાસકાંઠા:
વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરચૌધરી સહિત મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના વિઝન હેઠળ શહેરી વિકાસ, માર્ગ પરિવહન, વિદ્યુત, રેલવે, જળ સંપત્તિ, GIDC તેમજ આરોગ્ય અને પ્રવાસન જેવા વિવિધ વિભાગોના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી Bhupendra Patelએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરહદી અને અંતિમ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના પરિણામે સમગ્ર રાજ્યમાં પ્રગતિની નવી દિશા ઉભી થઈ છે.










