સમસ્ત મુડવાડીયા (ઠાકોર) પરિવાર દ્વારા આયોજિત શ્રી ચેહર માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પ્રસંગે માતાજી સૌના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે નંદાજી ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ, જકસીજી ઠાકોર, લીલાજી ઠાકોર, વાડીલાલજી, રંગુજી ઠાકોર, વાઘાજી ઠાકોર, જીવણજી સરપંચશ્રી સહિત ગામના આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર