IPL 2025 Sunil Gavaskar on Gautam Gambhir: પંજાબ કિંગ્સ (PBKS) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં 12 માંથી 8 મેચ જીતી છે અને પ્લેઓફમાં પહોંચી છે. પંજાબ કિંગ્સના આ શાનદાર પ્રદર્શનમાં શ્રેયસ ઐયરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શ્રેયસની કેપ્ટનશીપ શાનદાર રહી છે અને તેણે પોતાના બેટથી રન પણ બનાવ્યા છે.

ગાવસ્કર ગંભીર પર કેમ ગુસ્સે થયા?

શ્રેયસ ઐયર ગયા સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો ભાગ હતો. જ્યાં ટીમ તેની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બની હતી. જો આપણે તેના પર નજર કરીએ તો શ્રેયસ પહેલો કેપ્ટન છે જેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ત્રણ અલગ અલગ ટીમોને IPL પ્લેઓફમાં પહોંચાડી છે. તેની કેપ્ટનશીપ હેઠળ શ્રેયસે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ પહેલા બે વાર (2019 અને 2020) દિલ્હી કેપિટલ્સનું પ્લેઓફમાં નેતૃત્વ કર્યું.

સુનીલ ગાવસ્કરે શ્રેયસ ઐયરની પ્રશંસા કરી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે શ્રેયસ ઐયરની પ્રશંસા કરી છે. જોકે ગાવસ્કરે આ તકનો ઉપયોગ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર નિશાન સાધવા માટે કર્યો. ગાવસ્કરે કહ્યું કે ડગઆઉટમાં બેઠેલા એક વ્યક્તિના કારણે શ્રેયસ ઐયરને IPL 2024 માં ખિતાબ જીતવાનો શ્રેય મળ્યો નહીં. તમને જણાવી દઈએ કે IPL 2024 માં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના માર્ગદર્શક હતા.

" બધો શ્રેય રિકી પોન્ટિંગને"

સુનીલ ગાવસ્કરે કહ્યું "લાસ્ટ સિઝનમાં તેને IPL જીતવાનો શ્રેય મળ્યો ન હતો. બધો શ્રેય બીજા કોઈને આપવામાં આવ્યો. મેદાન પર જે કંઈ પણ થાય છે, તે કેપ્ટનની ભૂમિકા છે. ડગઆઉટમાં બેઠેલા કોઈ વ્યક્તિની નહીં. આ વર્ષે તેને તેનો યોગ્ય શ્રેય મળી રહ્યો છે. કોઈ પણ બધો શ્રેય રિકી પોન્ટિંગને નથી આપી રહ્યું."

26.75 કરોડમાં શ્રેયસ ઐયરને ખરીદ્યો હતો

શ્રેયસ ઐયરને IPL 2025 મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સનો આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે. શ્રેયસ ઐયરે વર્તમાન સિઝનમાં 12 ઇનિંગ્સમાં 48.33 ની સરેરાશથી 435 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.

Share :

સંબંધિત સમાચાર