IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમ આ સિઝનમાં સૌથી નીચેના સ્થાને છે. એ પછીથી જ ધોનીની નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી કે કદાચ હવે તેઓ IPLમાંથી વિદાય લઈ શકે છે. જોકે, ધોનીએ આ મામલે હજુ સુધી કંઈ જાહેર કર્યું નથી, પણ તેમના ભવિષ્યના પ્લાનને લઈને મોટો અપડેટ સામે આવ્યો છે.

તેઓ તેમના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છે, પણ એ પ્લાન નિવૃત્તિનો છે કે કંઈ બીજું, એ હજી સ્પષ્ટ નથી. તેમની ફ્રેન્ચાઈઝી પણ આ અંગે કંઈ કહી શકતી નથી.

IPL 2025: Fans' obsession for Dhoni is strange, does not serve the game  well, says Ambati Rayudu - The Hindu

ધોની અંગે મોટું અપડેટ સામે આવ્યું છે

સૂત્રો અનુસાર, IPL 2025માં નબળા પ્રદર્શન છતાં પણ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ અંગે હજુ વિચારતા નથી. તો શું ધોની આવતી સિઝનમાં પણ રમશે? હકીકત એ છે કે ધોનીએ પોતાનું નિવૃત્તિ અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન નથી આપ્યું અને ન તો પોતાની ફ્રેન્ચાઈઝી સાથે આ વિષયમાં કંઈ વાત કરી છે.

રિપોર્ટ્સ અનુસાર, ધોની આગામી 6-8 મહિનામાં પોતાની શારીરિક સ્થિતિ નિહાળી અને પછી આગળનો નિર્ણય લેશે.

ધોનીના નિવેદનથી સૌ ચોંકી ગયા હતા

CSKના કેપ્ટન ધોનીના IPLમાંથી નિવૃત્તિની અટકળો વારંવાર કરવામાં આવે છે, પણ દરેક વખતે "માહી" તેને નકારી દે છે. થોડાં દિવસો પહેલા પણ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તેઓ આવતી સિઝનમાં જોવા નહીં મળે, પણ 7 મેના રોજ KKR સામે જીત પછી ધોનીએ એવું નિવેદન આપ્યું કે સૌ જણા આશ્ચર્યચકિત થઈ ગયા.

શું કહ્યું ધોનીએ?

ધોનીએ કહ્યું હતું કે, “હું હાલમાં 43 વર્ષનો છું અને લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છું. દરેક મેદાનમાં ફેન્સ મને જોવા આવે છે કારણ કે તેમને ખબર નથી હોય કે મારો કયો મેચ છેલ્લો હોઈ શકે. આ લોકોનો પ્રેમ અને સન્માન છે.”

ધોનીએ આગળ કહ્યું કે, “આ સિઝન પછી હું ફરી મહેનત કરીશ અને જોઈશ કે મારી બોડી આ દબાણ સહન કરી શકે છે કે નહીં. હજુ સુધી કંઈ નક્કી કર્યું નથી. ફેન્સથી જે પ્રેમ મળ્યો છે એ શાનદાર છે.”

આથી સ્પષ્ટ થાય છે કે મહેન્દ્ર સિંહ ધોની હાલ તો નિવૃત્તિ લેવા માંગતા નથી, પણ ભવિષ્યમાં શું થશે એ અંગે હજી કંઈ કહી શકાય તેમ નથી.

Share :

સંબંધિત સમાચાર