- 03 Sep, 2026
- 194
શ્રીકૃષ્ણના જીવનમૂલ્યોની ઝાંખી સાથે ગોકુલ ગ્લોબલ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
ગોકુલ ગ્લોબલ સ્કૂલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટીશ્રી ભીખીબા રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને તેમના દિવ્ય સંદેશને આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુંદર અને મનમોહક રજૂઆતથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
આ પ્રસંગે ડૉ. ચેતનાબા રાજપૂત (એડમિન આસિસ્ટન્ટ ડિરેક્ટર), શ્રી અરવિંદસિંહ વાગેલા (ડેપ્યુટી ડિરેક્ટર – સ્કૂલ), શ્રી પ્રકાશ ઉપાધ્યાય (પ્રિન્સિપાલ) સહિત શાળાના શિક્ષકગણ, સ્ટાફ સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જન્માષ્ટમીની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ભક્તિ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.










