સિદ્ધપુર : ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ દ્વારા નવા વિદ્યાથીઓ માટે ઇન્ડક્શન પ્રોગ્રામ 2025–26નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં યુનિવર્સિટીના માનનીય પ્રવોસ્ટ (વાઇસ ચાન્સેલર) પ્રોફ. (ડૉ.) એમ.એસ. રાવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી અને નવીનતાની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ ડૉ. અરવિંદકુમાર ચૌહાણ, ડૉ. ભાર્ગવ મજમુદાર અને કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન શ્રી મનોજ પટેલ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. યુનિવર્સિટીના અન્ય અગત્યના સભ્યોએ પણ વિદ્યાર્થીઓને અકાદમિક સિસ્ટમ, રમતગમત, એન.સી.સી., શિષ્યવૃત્તિ યોજના, એકેડેમિક બેંક ઑફ ક્રેડિટસ અને વિદ્યાર્થીઓના કલ્યાણ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

Share :

સંબંધિત સમાચાર