- 18 May, 2025
- 289
પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનારી જાસૂસ ભારતીય યુવતી જ્યોતિ મલ્હોત્રા પર મોટો ઘટસ્ફોટ, ભયાનક દાવો
હરિયાણાના હિસારની યુવતી અને યુટ્યૂબ વીડિયો બનાવીને જાણીતી બનેલી જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી પાકિસ્તાની જાસૂસી નીકળી છે. પોલીસે ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે જ્યોતિ પર મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યોતિની ધરપકડ થઈ તેના મહિના પહેલાં એક ભારતીય વ્યક્તિએ જ્યોતિની શંકાપસ્દ ગતિવિધિઓ પકડી હતી અને એનઆઈએને જાણ કરી હતી તેમ છતાં કોઈ એક્શન લેવાયું નહોતું.
1 વર્ષ પહેલાં શખ્સે શું ફરિયાદ કરી
કપિલ જૈન નામના એક X યુઝરે મે 2024 માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે એનઆઈએ, કૃપા કરીને આ મહિલા પર નજર રાખો.. તે પહેલા પાકિસ્તાની દૂતાવાસમાં ગઈ હતી અને ત્યાં પહોંચી હતી, પછી 10 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે... આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે," જૈને જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પેજનો સ્ક્રીનશોટ શેર કરતા પોસ્ટ કર્યું હતું.
જ્યોતિ નીકળી પાકિસ્તાની જાસૂસ
જ્યોતિ, જેની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અનુક્રમે 3.77 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 1.33 લાખ ફોલોઅર્સ છે, તે દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની કર્મચારીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. 13 મેના રોજ, ભારતે તે પાકિસ્તાની અધિકારીને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર હાંકી કાઢ્યો હતો. 16 મેના રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, 2023 માં, જ્યોતિ પાકિસ્તાન હાઇ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી જ્યાં તે પડોશી દેશની મુલાકાત લેવા માટે વિઝા મેળવવા ગઈ હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે બે વાર પાકિસ્તાનની મુલાકાત લેનાર જ્યોતિ દાનિશના પરિચિત અલી અહવાનને મળી હતી જેણે તેના ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી.










