બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજ રોજ એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. થરાદ તાલુકામાં સંપૂર્ણતા અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરશ્રીને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જેમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક સંસ્થાઓને પણ તેમની બહેતર કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 એસ્પીરેશનલ બ્લોક કાર્યક્રમભારત સરકારની મહત્વાકાંક્ષી પહેલ —નો ઉદ્દેશ પછાત વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ અને આધારભૂત સેવાઓમાં સુધારો લાવવાનો છે. થરાદ બ્લોક એ કાર્યક્રમના સફળ અમલનું એક જીવંત ઉદાહરણ બની રહ્યો છે.

કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહે રાજપૂત, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી ગોવાભાઈ દેસાઈ, શ્રી ડી.ડી. રાજપુત, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી સંજયભાઈ, તેમજ જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, DRDA ડિરેક્ટરશ્રી સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ અને હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર