- 22 May, 2026
- 145
સનરાઇઝર્સ હૈદરાબાદનો ધમાકેદાર વિજય – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રને હરાવ્યું | ઈશાન કિશનની તોફાની ઇનિંગ્સ
આઈપીએલ 2026ની 67મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ને 55 રને પરાજય આપ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમ તરફથી ઈશાન કિશન એ તોફાની બેટિંગ કરી મેચને એકતરફી બનાવી દીધી હતી. તેમની ધમાકેદાર ઇનિંગ્સ બદલ તેમને “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા હતા.
256 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે માત્ર 200 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદના બોલરોએ દબદબાભર્યું પ્રદર્શન કરી બેંગલુરુના બેટ્સમેનોને મોટા શોટ રમતા રોક્યા હતા.
આ જીત સાથે હૈદરાબાદની ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે બેંગલુરુને મહત્વપૂર્ણ મેચમાં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો।










