આઈપીએલ 2026 ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કરીને 89 રને ભવ્ય જીત નોંધાવી હતી।

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો। ટીમના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી CSKના બોલરો પર દબાણ બનાવ્યું હતું।

230 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માત્ર 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી। ગુજરાતના બોલરોએ ઘાતક બોલિંગ કરી મેચ એકતરફી બનાવી દીધી હતી।

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ એ પોતાની શાનદાર બોલિંગથી મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમને “પ્લેયર ઓફ ધ મેચએવોર્ડ આપવામાં આવ્યો હતો।

ગુજરાત ટાઇટન્સની આ જીત સાથે ટીમે પ્લેઓફ માટે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે।

Share :

સંબંધિત સમાચાર