ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 51મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે એકતરફી જીત મેળવી હતી. KKRએ શાનદાર પ્રદર્શન કરતાં DCને 8 વિકેટે હરાવ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 142 રન બનાવ્યા હતા. KKRના બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું અને DCના બેટ્સમેનને મોટી ભાગીદારી બનાવવા દીધી નહોતી.

લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 147 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. ટીમ માટે ફિન એલન એ આક્રમક બેટિંગ કરીને મેચનો રંગ બદલી નાખ્યો હતો.

તેમના વિસ્ફોટક પ્રદર્શન બદલ ફિન એલનને “પ્લેયર ઓફ ધ મેચએવોર્ડ આપવામાં આવ્યો હતો.

Share :

સંબંધિત સમાચાર