- 07 May, 2026
- 145
વરસાદથી પ્રભાવિત રોમાંચક મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ને 9 રને હરાવ્યું; મિશેલ માર્શ બન્યા પ્લેયર ઓફ ધ મેચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 50મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રોમાંચક જીત મેળવી હતી. વરસાદના કારણે મેચને 19 ઓવરની કરવામાં આવી હતી અને DLS પદ્ધતિ અનુસાર RCBને 213 રનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા LSGએ 19 ઓવરમાં 3 વિકેટે 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે મિશેલ માર્શ એ તોફાની બેટિંગ કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
જવાબમાં RCBની ટીમે જોરદાર લડત આપી હતી, પરંતુ 19 ઓવરમાં 6 વિકેટે 203 રન સુધી જ પહોંચી શકી હતી. અંતિમ ઓવરોમાં મેચ ખૂબ જ રોમાંચક બની હતી, પરંતુ LSGએ દબાણમાં શાનદાર બોલિંગ કરીને 9 રનની જીત મેળવી હતી.શાનદાર પ્રદર્શન બદલ મિશેલ માર્શ ને "પ્લેયર ઓફ ધ મેચ"એવોર્ડ આપવામાં આવ્યો હતો.










